વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વધુ એક પ્રજાલક્ષી સરાહનીય કામગીરી કરવામાં આવી છે, જેમાં રાજકોટમાં શ્રમિક પરિવારનો સગીર દીકરો કોઈ કારણોસર ગુમ થઈ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે પહોંચ્યો હોય ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમને જાણ થતાં ગણતરીની કલાકોમાં ગુમ થયેલ સગીર બાળકના પાલક માતા-પિતાને શોધી, ખાત્રી કરી તેના વાલી- વારસને સગીર બાળક સોંપવામાં આવ્યું હતું.
જાણવા મળતી વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તા.૨૭ ફેબ્રુઆરીના રોજ એક જાગૃત નાગરીક દ્વારા ટેલીફોનીક જાણ કરેલ કે અગાભી પીપળીયા ગામેથી વાલીવારસ વગર સગીરવયનો બાળક મળી આવેલ છે. જેથી તુરંત વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાળકનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરી હતી, જે બાદ પોલીસ સ્ટાફે બાળકને સાથે રાખી તેના વાલીને ટુંકા સમયમાં રાજકોટ શહેર આજીડેમ લાપાસરી મામાદેવ મંદીર પાસે રહેતા અને છુટક કડીયાકામની મજુરી કરતા અનકરભાઇ પાંગલીયા મોહનીયા ઉવ.૨૫ મુળ રહે. બલોલા તા.પારા જી.જાંબવા(એમ.પી) વાળાને શોધી ખાત્રી કરતા આ સગીરવયનો બાળક છેલ્લા દોઢેક વર્ષથી તેની સાથે રહેતો હોય જે ખાત્રી કરી સગીરવયના બાળકને તેના પાલક માતા-પિતાને સોંપી આપેલ હતો, બીજીબાજુ ગુમ થયેલ બાળકના પાલક માતા-પિતા તેના બાળકને શોધતા હોય અને બાળક મળી જતા તેમણે રાહતનો શ્વાસ લીધેલ હતો.