Tuesday, December 3, 2024
HomeGujaratનકલંક ગુરૂધામ હળવદ ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજનો સ્નેહ મિલન તથા  શૈક્ષણિક સંકુલનું...

નકલંક ગુરૂધામ હળવદ ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજનો સ્નેહ મિલન તથા  શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ સમારંભ  ‌પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ની ઉપસ્થિતિમાં સંપન્ન

આ પ્રસંગે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા આયોજિત સમસ્ત પ્રજાપતિ સમાજ સ્નેહમિલન સમારંભ કાર્યક્રમ યોજાયો.ગુજરાતભરમાં થી પ્રજાપતિ સમાજના લોકો ઉમટી પડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

હળવદ નકલંક ગુરૂધામ ખાતે સુવિધા સભર નવનીત શૈક્ષણિક સંકુલનુ નિર્માણ કરવામાં આવ્યું છે. તેના લોકાર્પણ કાર્યક્રમ નવસારીના સાંસદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે યોજાયો. આ પ્રસંગે તમામ ઉપસ્થિત મહેમાનો ને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સી.એમ.પાટીલ નું દલસુખ મહારાજ ના પાધડીયુ સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ આગેવાનો તથા સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા મોમેન્ટ આપી શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું.

નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધતા જણાવ્યું હતું કે, પ્રજાના સર્વાગી વિકાસ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે. ખેડૂતો દેશ અને દુનિયા માટે અનાજ ઉગાડી સૌનુ પોષણ કરે છે. ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોની આવક બમણી થાય તેમાં સરકાર કોઇ કચાશ રાખશે નહીં તેમ કહ્યું હતું કે પ્રજાપતિ સમાજ સમગ્ર લોકોને પાણી પીવડાવવાનું કામ કરે છે. ખેડૂતોના પાકને નુકસાન કરતા રખડતા ઢોર અને રોજડાનો ત્રાસ દુર કરવા આવનારા દિવસોમાં યોજના અમલી કરાશે તેમ જણાવી પાટીલે કહ્યું કે, પ્રજાપતિ સમાજ માટે હંમેશાં સરકાર પ્રતિબધ્ધ છે. વર્તમાન સરકાર પ્રજાપતિ સમાજ હિત માટે કાયમ અડીખમ છે.

મહેન્દ્રભાઈ મુંજપરા, કિરીટસીંહ રાણા.વિનોદ ચાવડા.મોહન કુંડારીયા બ્રિજેશ મેરજા. શંકરભાઈ વેગડ સતાધારના મહંત વિજય બાપુ. સહિતના ઉપસ્થિત રહ્યા હતા,આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો તથા ભાજપ ના કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દલસુખ મહારાજ મુખી મહારાજ તથા સમગ્ર પ્રજાપતિ સમાજ એ ભારે જહેમત ઊઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!