Friday, April 26, 2024
HomeGujaratહળવદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સ્ટેજની સીડીનો ભાગ તૂટતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ...

હળવદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સ્ટેજની સીડીનો ભાગ તૂટતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પડતા માંડ બચ્યા

મોરબી જિલ્લાના હળવદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમર્થકો સેલ્ફી લેવા ઉમટી પડતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પડતા પડતા માંડ બચ્યા હતા. જેને લઈને ઉહાપોહ મચી ગયો હતો.

- Advertisement -
- Advertisement -

હળવદ ખાતે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.જે કાર્યક્રમ સંપન્ન થયા બાદ સી.આર. પાટીલ સાથે સેલ્ફી પડાવવા પ્રજાપતિ સમાજના કાર્યકરો અને ભાજપના આગેવાનો ઉમટી પડ્યા હતા.આ દરમિયાન એકાએક વધુ વજનને પગલે નીચે ઉતરતી વેળાએ સીડીનો એક ભાગ તૂટી પડ્યો હતો આ દુર્ઘટનામાં સી.આર. પાટીલ પડતા સહેજ રહ્યા હતા. જેને લઈને કાર્યકરોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!