Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેરમાં પીપળીયારાજ ગામે પત્નીએ પતિની કુહાડી અને કોશના ઘા મારી નિર્મમ હત્યા...

વાંકાનેરમાં પીપળીયારાજ ગામે પત્નીએ પતિની કુહાડી અને કોશના ઘા મારી નિર્મમ હત્યા કર્યાનો ઘટસ્ફોટ

ગઇકાલે વાંકાનેરના પીપળીયા રાજ ગામે યુવક ની હત્યા થયાનો બનાવ સામે આવ્યો હતો જેમાં બે અજાણ્યા ઈસમોએ હત્યા નીપજાવી હોવાની ખોટી માહિતી આપીને પોલીસને ગેરમાર્ગે દોરનાર મૃતક ની પત્ની એ જ પતિની હત્યા કરી હોવાની ચોકાવનારી કબૂલાત આપી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની વિગત મુજબ વાંકાનેરમાં પીપળીયા રાજ ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રવીત ડુંગર ભાઈ બામનીયા ની બે અજાણ્યા ઈસમોએ હત્યા નીપજાવી હોવાની જાહેરાત મૃતકની પત્નીએ કરતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.અને મૃતકના ભાઈ ની ફરિયાદ ને આધારે બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો તેમજ મૃતકના ભાઈએ મૃતકની પત્ની પર શંકા હોવાની વાત પણ પોલીસ ને કરી હતી જે બાબતે પોલીસે બન્ને દિશામાં તપાસ શરૂ કરી હતી અને મૃતકની પત્ની કરનબાઈ રવિતભાઈ બામનીયા ની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તે ભાંગી પડી હતી અને પોતેજ પતિની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

જેમાં હત્યા કરવાનું કારણ આપતા આરોપી મહિલા એ જણાવ્યું હતું કે મૃતક રવિત અને આરોપી ના લગ્ન એક મહિના પેહલા થયા હતા.લગ્ન થયા બાદ તેઓ વાંકાનેર ખાતે આવી ગયા હતા.અને અહીથી મહિલા આરોપી ને પોતાના પિયર માં ફોન માં વાત કરવા માટે કે પિયર માં જવા દેવા માટે મૃતક પતિએ મનાઈ ફરમાવી દીધી હતી.તેમજ દામ્પત્ય જીવન માં પણ સુખ ન મળતા પોતાના પતી પ્રત્યે અણગમો થતા પરમદિવસે રાત્રે પતી સૂતો હતો ત્યારે તેના માથામાં લોખંડની કોશ અને કુહાડી ના ઘા મારી નિર્મમ હત્યા નીપજાવી હતી.તેમજ ત્યાર બાદ પોલીસ તપાસ ને ગેર માર્ગે દોરવા માટે મૃતકનો ફોન તેમજ હથિયાર સંતાડી દીધેલ અને બે ઈસમોએ હત્યા નીપજાવી હોવાની ખોટી માહિતી જાહેર કરી હતી.જેથી હાલમાં પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!