Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરમાં રિવર્સમાં આવતા ટ્રેકટરે બાળકને કચડી નાખ્યો : ચાલક વાહન મૂકી થયો...

વાંકાનેરમાં રિવર્સમાં આવતા ટ્રેકટરે બાળકને કચડી નાખ્યો : ચાલક વાહન મૂકી થયો ફરાર

વાંકાનેરમાં ટ્રેક્ટર ફરી એક વખત યમદૂત બની એક ભૂલકાની જિંદગી હોમી ગયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ટ્રેક્ટરનાં ચાલકે પાછળ જોયા વગર રિવર્સ લેતા ત્યાં રમી રહેલ બાળક ટ્રેક્ટર હડફેટે આવી ગયો. જેના કારણે બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં ઢુવા મીલેનીયમ સીરામીક લેબર કોલોની ખાતે રહેતા મૂળ મધ્યપ્રદેશનાં વિનોદ કાલુસિંહ વાનીયા નામના યુવકનો દીકરો ગત તા.૧૨/૦૮/૨૦૨૩ ના બપોરના સમયે ઢુવા વરમોરા પાછળ મીલેનીયમ સીરામીક કારખાનામાં સ્પ્રેડાયર વિભાગમાં હતો. ત્યારે જીજે-૩૬-એસી-૪૨૦૮ નંબરનાં ટ્રેકટરના ચાલકે પોતાના કબ્જા ભોગવટાનું કોલસા ભરેલ ટ્રેક્ટર પાછળ જોયા વગર એકદમ સ્પીડમાં રીવર્સ લેતા બાળકને ટ્રેલરના પાછળના વ્હીલમાં હડફેટે લેતા બાળકને પેટમાં અંદરના ભાગે તથા જમણા પગમાં ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જયારે આરોપી વાહન મુકી નાશી જતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!