ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીના બંને મેનેજરો સાથે રાખી ક્રોસ તપાસ માટે કરાયેલ રિવિઝન રિમાન્ડ અરજીમાં મુદત પડી છે નવા આરોપીઓ પૈકી ઓરેવા કંપનીના મેનેજર દીપક પારેખ અને દિનેશ દવેના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. જેમાં રિવિઝન રિમાન્ડ અરજીમાં મુદત પડી છે. આ કેસની સુનવણી આગામી 11 તારીખે કરવામાં આવશે.
આ અગાઉ પણ પકડાયા નવ આરોપીઓ પૈકી ચાર આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા હતા જેમાં પૂરેવા કંપનીના મેનેજર સહિત ચાર આરોપીઓ ના રિમાન્ડ મંજૂર થયા હતા ત્યારે તેમના વધુ રિમાર્ડ માટે રિવિઝન રિમાન્ડમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે કોર્ટમાં તેની મુદત પડી છે હવે આગામી 11 તારીખે તેની સુનાવણી થશે. તપાસની એ ટીમ દ્વારા નગરપાલિકામાંથી સાહિત્ય કબજે લેવાયું છે હવે કલેક્ટર કચેરીમાંથી પણ સાહિત્ય કબજે કરાશે.