મળતી માહિતી અનુસાર હળવદથી અમરાપર જતા રસ્તા ઉપર ડમ્પર રજી.જીજે-૧૩-એડબલ્યુ-૨૨૯૭ ના ચાલકે પોતાબ હવાલાવાળું ડમ્પર ફૂલ-સ્પીડમાં અને બેદરકારી રીતે ચલાવી સીએનજી રીક્ષા રજી.જીજે-૩૬-ડબલ્યુ-૦૯૨૫ સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં રીક્ષા-ચાલકને હાથ-પગ તેમજ મોઢા ઉપર તથા માથામાં ઈજાઓ પહોંચાડી હતી તેમજ રીક્ષાને નુકસાન પહોચાડી ડમ્પર ચાલક પોતાનું વાહન રેઢું મૂકી નાસી જતા રીક્ષા ચાલક સંતોષભાઇ હીરાભાઇ કણઝરીયા ઉવ.૩૬ રહે-હાલ મોરબી મહેન્દ્રનગર ધર્મમંગલ સોસા. મુળ રહે-નવા અમરાપર તા-હળવદ દ્વારા હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.