Thursday, January 16, 2025
HomeGujaratવાંકાનેર-મોરબી રોડ પર રિક્ષાની ગુલાંટ: મુસાફર નું મોત

વાંકાનેર-મોરબી રોડ પર રિક્ષાની ગુલાંટ: મુસાફર નું મોત

વાંકાનેર-મોરબી રોડ પર આવેલ જડેશ્વર ચેમ્બર્સની સામે ગેરેજ નજીક અકસ્માતે રીક્ષા પલટી ખાઈ જતા રિક્ષામાં સવાર યુવાનને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું છે. આ અંગે રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

આ કેસની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર- મોરબી હાઇવે પર આવેલ જડેશ્વર ચેમ્બર્સની સામે લક્ષ્મી બોડીકામના ગેરેજ નજીક રીક્ષા રજી.નં.GJ-03-AU-4184 વાળીમાં સવાર થઈ પંચાસર ખાતે રહેતા ગુલામહુશેન ઇબ્રાહીમભાઇ પઠાણ (ઉ.વ.૪૦) જતા હતા તે દરમિયાન બેફામ સ્પીડે દોડતી રીક્ષાનું ટાયર નીકળી જતા અકસ્માતે રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ગુલામહુસેનને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં મૃતકના ભાઈ અબ્દુલગફાર ઇબ્રાહીમભાઇ પઠાણે રીક્ષા ચાલક બસીરભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા સામે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!