Wednesday, October 30, 2024
HomeGujaratરોઝડુ આડુ આવતા ૧૦ યુવતીઓ સાથેની રીક્ષા પલ્ટી મારી ગઈ, સદનસીબે જાનહાની...

રોઝડુ આડુ આવતા ૧૦ યુવતીઓ સાથેની રીક્ષા પલ્ટી મારી ગઈ, સદનસીબે જાનહાની ટળી

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી ફેકટરીમાં કામ માટે બોડકી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી યુવતીઓ ભરેલી રીક્ષા ગઇકાલે સાંજના સમયે ઘરે પરત ફરી રહી હતી તે દરમ્યાન નવલખી રોડથી રોકડીયા હનુમાન વચ્ચે રોડ અચાનક પર અચાનક રોઝડું આડે ઉતરતા રીક્ષા પલટી મારી ગઇ હતી. ઘટનામાં રિક્ષામાં સવાર ૧૦ પૈકીની મદીનાબેન અને પૂજાબેન નામની યુવતીને હાથમાં અને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે રીક્ષામાં સવાર અન્ય યુવતીઓને હળવી ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં તેમજ આયુષ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાની ન થતા રાહતનો શ્વાસ લીધો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!