- મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વાવડી ચોકડી નજીકથી ચોરાઉ બાઇક સાથે નીકળેલ રીઢા બુટલેગરને ઝડપી લેવાયો હતો. હાલ પોલીસે શહેર વિસ્તારમાંથી ચોરી કરેલ બાઇક કબ્જે લઈ આરોપી સામે બાઇક ચોરી અંગેનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરમા
લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસ આધારે સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળેલ કે ચોરીના મોટર સાયકલ લઈ આરોપી વાવડી ચોકડીથી આગળ નીકળવાનો છે, જેથી પોલીસ ટીમ વોચમાં રહેલ તે દરમ્યાન વાવડી ચોકડીથી આરોપી ચોરાઉ મોટર સાયકલ સાથે નિકળતા તેની પાસે મોટરસાયકલના જરૂરી દસ્તાવેજી પુરાવા માંગતા તેની પાસે ન હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા આ મોટર સાયકલ મોરબી શહેર વિસ્તારમાંથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ સાથે આરોપી હનીફભાઈ કાસમભાઈ સંધવાણી ઉવ.૩૦ રહે.સંધવાણી શેરી માળીયા(મી) જી.મોરબીની અટક કરી કરી તેની પાસેથી એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/- કબ્જે કર્યું હતું.વધુમાં ચોરાઉ બાઇક સાથે પકડાયેલ આરોપી હનીફભાઈ સંધવાણી માળીયા(મી) પોલીસ મથકમાં પ્રોહીબિશનના અલગ અલગ ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.