ટંકારા-રાજકોટ-મોરબી રોડ તથા કલ્યાણપરને જોડતો નવિનતમ સિસી રોડ તૈયાર કરવામા આવ્યો છે. આ ઓરપેટ કન્યા છાત્રાલયનાં રીંગ રોડને ધારાસભ્ય દુલભજી દેથરીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
ટંકારા શહેરના નગર નાકાથી કલ્યાણપરને જોડતો ઓરપેટ કન્યા છાત્રાલય પાસેનો રોડ જીલ્લા પંચાયત હસ્તક નવિનતમ સિસી રોડ તૈયાર કરવામા આવ્યો હતો. જે છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા કલ્યાણપરનાં રિંગ રોડનું લોકાર્પણ ટંકારા પડધરીનાં ધારાસભ્ય દુલભજી દેથરીયા દ્વારા કરવામાં આવયુ છે. આ માર્ગ ઉપર અનેક ખ્યાતનામ કાયદાના તજજ્ઞ એડવોકેટની ઓફીસો આવેલી છે. જેથી લોકોની સુવિધાઓમાં વધારો થશે. ત્યારે આ લોકાર્પણ પ્રસંગે છાત્રાલયની બાળાઓએ કંકુ તિલક કરી ધારાસભ્યને આવકાર્યા હતા.