ટંકારાના મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ એવા ટંકારાના આંગણે ટંકારા ટ્રસ્ટ દ્વારા આગામી તા. 20 ફેબ્રુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી ઋષિ બોધોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ દરમિયાન 26 ફેબ્રુઆરીના રોજ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેશે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમી એવી ટંકારામાં ટંકારા ટ્રસ્ટ દ્વારા તા. 20 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ઋષિ બોધોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઋષિ બોધોત્સવ પ્રસંગે તા. 20 થી 25 ફેબ્રુઆરી સુધી સવારે 8 થી 10 અને સાંજે 5 થી વાગ્યા સુધી ઋગ્વેદ પારાયણ યજ્ઞ થશે. તા. 24 થી 26 ફેબ્રુઆરી સુધી સવારે 5 વાગ્યાથી યોગ અને સ્વાસ્થ્ય સત્ર યોજવામાં આવશે. 25 ફેબ્રુઆરીના રોજ બપોરે 1 થી સાંજે 4 વાગ્યા સુધી યુવા સંમેલન અને પારિતોષિક વિતરણ સમારોહ યોજવામાં આવશે. રાત્રે 8-30 થી 10 વાગ્યા સુધી વિશેષ ઉદબોધન, તા. 26 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યે યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવશે તેમજ બપોરે 1-30 કલાકે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જે કાર્યક્રમ દરમિયાન 26 ફેબ્રુઆરીના રોજ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેશે.