Wednesday, February 18, 2026
HomeGujaratમોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધી ડ્રેનેજ લાઈન માટે આજથી ૯ દિવસ...

મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધી ડ્રેનેજ લાઈન માટે આજથી ૯ દિવસ સુધી રોડ બંધ

મોરબી શહેરના લાતી પ્લોટ મેઈન રોડ જંકશન વિસ્તારમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધી ડ્રેનેજ લાઈન નાખવાના કામને કારણે આજથી તા.૧૮/૦૨ થી તા.૨૬/૦૨ સુધી આ રોડ બંધ રહેશે. આ માટે નાગરિકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે સતત વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ મુખ્ય માર્ગોના નિર્માણ અને સુધારણા કાર્ય પૂર્ણ થયા છે અને હવે આંતરિક સુવિધાઓ મજબૂત બનાવવા માટે ડ્રેનેજ નેટવર્ક વિસ્તરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત લાતી પ્લોટ મેઈન રોડ જંકશન વિસ્તારમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે. આ કામ દરમ્યાન માર્ગ ખોદકામ થવાને કારણે તા.૧૮ ફેબ્રુઆરીથી તા.૨૬ ફેબ્રુઆરી સુધી ઉપરોક્ત રોડ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જેથી મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે આ સમયગાળા દરમિયાન ટ્રાફિક અવરજવર માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને કામગીરીમાં સહકાર આપે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!