હળવદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ૨૦૨૫ ઉજવણીના ભાગરૂપે મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી સેમિનાર ડ્રોઈંગ કોમ્પિટીશનનું તેમજ પેરેન્ટ્સ કાઉન્સિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી આરટીઓ ઇન્સ્પેકટર દ્વારા રોડ સેફ્ટી અંગે સેમિનાર યોજી વિધાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.
મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ હળવદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2025 ની ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણીના ભાગરૂપે રોડ સેફ્ટી સેમિનાર ડ્રોઈંગ કોમ્પીટીશન અને પેરેન્ટ્સ કાઉન્સિલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરટીઓ કચેરી મોરબીના ઇન્સ્પેક્ટર એ. આર. સૈયદ દ્વારા રોડ સેફટી અંગે સેમિનાર યોજી વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ વાલીઓને માર્ગ સલામતીના સૂચન આપવામાં આવ્યાં હતાં. માર્ગ સલામતી અંગે જાગૃતતા લાવવાના હેતુથી વિદ્યાર્થીઓની ડ્રોઈંગ કોમ્પીટીશનનું આયોજન કરી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં કર્યા હતા.