રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 કે જ 1 જાન્યુઆરી 2025 થી 31 જાન્યુઆરી 2025 સુધી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આરટીઓ મોરબી અને પોલીસ વિભાગ દ્વારા એક મહિના સુધી અલગ અલગ શાળા કોલેજએ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં માર્ગ સલામતિના નિયમો, ગુડ સેમેરિટન સ્કિમ સહિતના મુદ્દે વિદ્યાર્થીઓને માહિતગાર કરશે. ત્યારે આજ રોજ જી જે શેઠ કોમર્સ કોલેજ મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે તા.૦૭/૦૧/૨૦૨૫ ના રોજ શ્રી જી જે શેઠ કોમર્સ કોલેજ મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આરટીઓ મોરબીના મોટર વાહન નિરીક્ષક આર.એ જાડેજા એ વિદ્યાર્થીઓને માર્ગ સલામતિ માસ ૨૦૨૫ અન્વયે ટ્રાફિકના નિયમો જેવા કે બ્લાઈન્ડ સ્પોટ, વિઝન ઓફ કોન, સેફ ડિસ્ટન્સ, લેન ડ્રાઇવિંગ વગેરે વિષે માહિતી આપી હતી. તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી. ત્યારે વિદ્યાર્થીઓને રોડ અકસ્માતના મુખ્ય કારણો અને તેને નિવારવા માટે સમજાવવામાં આવ્યા હતા. તેમજ તે માટે જાગૃત થાય તેવા સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યા હતા.