રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લામાં આર.ટી.ઓ. કચેરી દ્વારા અલગ અલગ માર્ગ સલામતી અને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો તથા સેમીનાર યોજવામાં આવી રહ્યા છે.
ત્યારે આજ રોજ તા.૧૩/૦૧/૨૦૨૫ ના એચ.એન.દોષી કોલેજ વાંકાનેર ખાતે રોડ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમા આર.ટી.ઓ., પોલીસ અને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી તેમજ પ્રાથમિક સારવારની તાલીમ આપવામા આવેલ હતી.