Wednesday, January 22, 2025
HomeGujaratમોરબી, વાંકાનેર, ટંકારા પંથકના રસ્તાના કામોને લીલીઝંડી અપાઈ

મોરબી, વાંકાનેર, ટંકારા પંથકના રસ્તાના કામોને લીલીઝંડી અપાઈ

સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુલૅભજીભાઈ દેથરિયાએ માર્ગ અને મકાનના કેબિનેટ મંત્રી પૂર્વેશભાઈ મોદીને રસ્તાના કામો અંગે કરેલ રજુઆત રંગ લાવી છે જે રજુઆતના સફળ પડઘા પડતા મોરબી, વાંકાનેર તાલુકાના ગામોના અનેક રસ્તાના કામોને ઉચકક્ષાએથી લીલીઝંડી આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના નીચી માંડલ શનાળા રોડનો છ કિલો મીટરનો રસ્તો૨૮૦ લાખના ખર્ચે નવો નકોર બનાવવામાં આવશે. વધુમાં ૧૪૦ લાખના ખર્ચે વાંકાનેર તાલુકાના સમથેરવા-નાગલપર રોડ બનાવવા મા આવશે.તે જ રીતે રાજકોટના ગવરીદડ રાજગઢ(હડમતીયા) રોડ ના નવ નિર્માણ માટે ૩૦૦ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે અને આંદરણાં વાકળા સુધીના૧.૭૦કિલોમીટર સુધીના રોડને પણ નવું રૂપ આપવામાં આવશે. આ ઉપરાંત ટંકારાના વીરપરથી નાલંદા સ્કૂલ રોડના કામને પણ મંજૂરીની મહોર લગાવવામાં આવી છે.

બીજીતરફ પડધરી તાલુકાના એસ.એચ.ટુ હરિપર ખારી એપ્રોચ રોડ મા ૫૦ લાખના ખર્ચે કોઝવે પુલનું કામ મંજુર કરાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!