મોરબી તાલુકાના ટીંબડી નજીક આવેલ શિવાનંદ પેટ્રોલપંપ માં આજે વહેલી સવારે લૂંટ નો બનાવ સામે આવ્યો છે.જેમાં પલ્સર બાઈક લઈને પેટ્રોલ પુરાવવાના બહાને આવેલ બે ઈસમો પેટ્રોલ પંપ ના કર્મચારી પર હુમલો કરી ને વેપારના ૪૮૦૦૦ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.
બનાવની વિગત મુજબ પેટ્રોલ પંપ ના માલિક રોહિત ભાઈ છનીયારાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના ટીંબડી ના પાટિયા પાસે આવેલ શિવાનંદ પેટ્રોલ પંપ ના કર્મચારી રાહુલ સિંગ નો તેમને આજે વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ ફોન આવ્યો હતો કે બે ઈસમો પલસર બાઈક લઈને પેટ્રોલ પુરાવા આવ્યા હતા જેમાં કર્મચારીએ પેટ્રોલ પૂરી દીધું હતું ત્યાર બાદ કર્મચારી પોતાની ઓફિસ તરફ જત્તો હતો ત્યારે બાઈક લઇને આવેલ બે ઇસમ પૈકી એક ઇસમ તેની પાછળ પાછળ ઓફિસ તરફ આવ્યો હતો અને અચાનક પંપ ના કર્મચારી પર કટર જેવા હથિયાર સાથે હુમલો કરી કર્મચારી પાસે રહેલ ૪૮૦૦૦ જેટલી રકમ લઈને બન્ને લુંટારાઓ નાસી છૂટ્યા હતા.જે બાદ પંપ માલિકે તાબડતોબ ત્યાં પહોચીને કર્મચારીને સારવાર અર્થે ખસેડાયો હતો.
જે મામલે મોરબી એલસીબી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી અને કલાકોની ગણત્રીમાં એલસીબીએ આ લૂંટ ના ગુનાનો ભેદ ઉકેલી ને આરોપી નરેન્દ્રસિંગ દિલીપસિંગરાવત(ઉ.વ.૨૨ મુ.રહે.રાજસ્થાન),ઠાકુર સિંગ ભૈરુંસિંગ રાવત(ઉ.વ.૨૪ રહે રાજસ્થાન) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર ને ગુનામાં વપરાયેલ બાઈક RJ 36 SS 7937 નમ્બર ના બાઈક અને લૂંટમાં ગયેલ કુલ રકમ ૪૮૦૦૦ સાથે ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ હજુ નીરુ નામનો આરોપી ફરાર હોય તેની શોધખોળ હાથ ધરી છે.