Sunday, December 22, 2024
HomeGujaratટંકારાના લજાઈ નજીક લૂંટનો બનાવ : પોલીસે તપાસ શરૂ કરી

ટંકારાના લજાઈ નજીક લૂંટનો બનાવ : પોલીસે તપાસ શરૂ કરી

મૂળ ટંકારાના રહેવાસી શારુંભાઈ ભાણા ભાઈ વાઘેલા રહે.ઉગમના નાકા ટંકારા વાળા પોતાની ભેંસ ગોતવા નીકળેલ હતા ત્યારે સાંજે આશરે 8 થી 8.30 વાગ્યાની વચ્ચે ત્રણ ઈસમોએ સારુલભાઈ ભાણાભાઈ વાઘેલાને આંતરી અને તેને ગળામાં પહેરેલી એક સોનાંની દોડી, 5000 રોકડા અને મોબાઈલ ફોનની ત્રણ જેટલા શખ્સોએ લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા આ ઉપરાંત તેને હાથમાં પહેરેલું કડું પણ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કડું ન નીકળતા શારુલ ભાઈને હાથમાં ઈજાઓ થઈ છે આ બનાવ બનતા આધેડને ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ મોરબી સિવિલ બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.જો કે આ બનાવની એમએલસી નોંધ ના આધારે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી બાદમાં ટંકારા પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ટંકારા માં આગાઉ પણ આ લૂંટારું ટોળકી સક્રિય થઈ હતી ત્યારે ફરી લૂંટનો બનાવ બનતા પોલીસે તથ્યો ના આધારે આગળની તપાસ હાથ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!