અમદાવાદ સ્ટર્લિંગમાં કાર્યરત અને 10 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા તબીબની સેવા મોરબીવાસીઓને ઘરઆંગણે મળશે
મોરબી : રોબિટીક કેન્સર સર્જરીના નિષ્ણાંત ડો. મંથન મેરજાની કાલે મોરબીમાં ઓપીડી યોજવાના છે. અમદાવાદ સ્ટર્લિંગમાં કાર્યરત અને 10 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા તબીબની સેવા મોરબીવાસીઓને ઘરઆંગણે મળશે.
ડો. મંથન મેરજા તા.14ને શુક્રવારે સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધીક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, શનાળા રોડ, મહેશ હોટેલ પાંછળ, સરદારનગર, મોરબી ખાતે ઓપીડી યોજવાના છે. તેઓ પેટ અને થોરાસિક કેન્સર માટે રોબોટિક કેન્સર સર્જરી, ટ્રિસમસ માટે કરેક્શન સાથે એડવાન્સ્ડ ઓરલ કેન્સર સર્જરી, સ્તન કેન્સર માટે આધુનિક ઓક્રોપ્લાસ્ટી સર્જરી, અદ્યતન પેરીટોનિયલ અને અંડાશયના કેન્સર માટે HIPEC સાથે CRSના નિષ્ણાંત છે. રજિસ્ટ્રેશન માટે મો.નં.90168 30821ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


                                    






