Tuesday, January 21, 2025
HomeGujaratમોરબીના ગીચ વિસ્તારમાં ખડકાયેલ મોબાઈલ ટાવરથી લોકોના આરોગ્ય પર ખતરો : ટાવર...

મોરબીના ગીચ વિસ્તારમાં ખડકાયેલ મોબાઈલ ટાવરથી લોકોના આરોગ્ય પર ખતરો : ટાવર હટાવવા માંગ

મોરબીના પારેખ શેરી ગૌરાંગ શેરી વિસ્તરમાં આવેલ પ્રતીમાં એપાર્ટમેન્ટ ઉપર મોબાઇલ ટાવર ગેરકાયદેસર ખડકાયેલ છે કે કેમ તેની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી ટાવર હટાવવાની માંગ સાથે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજુઆત કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરસરીયા સાહિતનાઓએ રજૂઆતમાં જણાવ્યું કે પ્રતીમાં એપાર્ટમેન્ટ ઉપર આવેલ મોબાઇલ ટાવરની મંજુરી લીધેલ છે કે નહીં?અને આ મંજુરી આપેલ હોય તો મંજુરી કોણે આપેલ છે અને કોના દ્વારા અપાય છે અને કઇ રીતે આપી દેવાય કેમ કે આ ટાવરમાંથી રેડીએશન થાય છે તે નાના બાળકો અબાલ વૃધ્ધો ને તથા ગર્ભવતી મહિલાઓના આરોગ્ય ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. ટાવર અંગે તપાસ કરવા મામલતદાર અને કલેકટર સહિતનો દ્વારા તા .૧૩ / ૦૮ / ૨૦૨૧ ના હુકમ કરેલ હતો. પરંતુ મોરબી નગરપાલીકાના કર્મચારીઓ આ હુકમ ને ઘોળીને પી જાય છે અને કોઇ ને કામ કરવામાં રસ દાખવતા નથી. આવા રેસીડન્ટ ગીચ એરીયામાં ટાવર તાત્કાલીક હટાવવો જરૂરી હોવાથી હટાવવા માંગ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે ચાર માળની બિલ્ડીંગ ઉપર ત્રણ – ત્રણ ટાવર ફીટ કરેલ છે. અને આજુ બાજુની ગીચ વિસ્તારમાં મકાન તથા લોકોના સ્વાસ્થ્ય પર ચેડા થઇ રહયા છે જેથી જો ગેરકાયદેસર હોય તો હટાવવામાં આવે તે જરૂરી છે. આ ટાવરોનું આશરે ૨૫ થી ૩૦ હજાર રૂપિયાનું ભાડુ ઉધરાવે છે દર મહીને તેમજ આ વિસ્તારમાં ફલેટની અંદર જવા માટે રીક્ષા પણ ગેઇટ સુધી જઈ શકે તેટલી જગ્યા છોડેલ નથી તો કોઇ કુદરતી બનાવ બને કોઇ આગ લાગે કે અકસ્માત થાય તો આ લોકોએ એન.ઓ.સી. પણ લીધેલ છે . કેમ કે સરકારશ્રીના નિયમ પ્રમાણે એન.ઓ.સી. લેવી ફરજીયાત છે તો આ લોકોએ એન.ઓ.સી. કેમ નથી લીધી ? તે સમજાતું નથી! આ સહિતના અનેક પ્રશ્નોને પગલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!