મોરબી નજરબાગ પાણી પુરવઠાની હેડ વર્કસ સ્ટોરમાં રાખેલ લોખંડના પાઇપનો વધારાનો ૮૦ કિલો ભંગાર બોલેરો ગાડીમાં ચોરી કરતા સ્ટોરમાં પાર્ટ ટાઈમ રોજમદાર તરીકે નોકરી કરી રહેલા ઇસમને ચોકીદાર દ્વારા રંગેહાથ ઝડપી લેતા રોજમદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના સામાકાંઠે નજરબાગ ખાતે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની હેડ વર્કસ(સ્ટોર)માં રાખેલ લોખંડના પાઇપના નાના ટુકડાનો ભંગાર આ સ્ટોર્સમાં પાર્ટટાઇમ નોકરી કરતા રોજમદાર અશોકભાઇ રામજીભાઇ ભોરણીયા દ્વારા બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૩૬-ટી-૦૭૯૩ વાળીમાં ભરીને જતા હોય ત્યારે પાણી પુરવઠા બોર્ડના સ્ટોર્સના ચોકીદારે તેમને રંગેહાથ પકડી લેવામાં આવી આગળ ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. ત્યારે સમગ્ર ચોરીના બનાવ અંગે ગુજરાત પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર ક્ષિતીજભાઇ દેવનારાયણભાઇ વર્મા ઉવ.૩૪ રહે-મોરબી કાયજી પ્લોટ સૃષ્ટિ એપાર્ટમેન્ટ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અશોકભાઇ રામજીભાઇ ભોરણીયા રહે.નાની વાવડી તા.જી.મોરબી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ ચલાવી છે.