હળવદ ખાતે રોટરી ક્લબ ઓફ હળવદ અને તેની 7 ક્લબોનાં પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોટરી સાથે સંકલિત વિવિધ કલબોના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, અને બોર્ડ મેમ્બરોએ વર્ષ 2024/25 માટે શપથ લીધા હતા અને પદગ્રહણ કર્યું હતું.
રોટરી ક્લબ ઓફ હળવદના પદગ્રહણ સમારોહમાં રોટરી ક્લબમાં પ્રેસિડેન્ટ તરીકે ડો. રોહિતભાઈ ચંદુભાઈ મેંઢા અને સેક્રેટરી તરીકે મનીષભાઈ દેથરીયાએ શપથ લીધા હતા. તેમજ ઇન્ટરેક્ટ ક્લબમાં પ્રેસિડેન્ટ તરીકે યુવા હોનાહાર જાંબાજ તરવૈયા વિવેક અજયભાઈ રાવલ, સેક્રેટરી તરીકે કરણ ચાવડાની નિમણુંક કરવામાં આવી હતી. જયારે રોટરેક્ટ ક્લબમાં પ્રેસિડેન્ટ કલ્પેશ દવે અને સેક્રેટરી ચિરાગ ગુપ્તા ,ઇનરવીલ ક્લબમાં પ્રેસિડેન્ટ અલ્પાબેન ગઢીયા અને સેક્રેટરી પાયલબેન પુજારા, આર. સી. સી. ક્લબ હળવદમાં પ્રેસિડેન્ટ બળદેવભાઈ પંચાસરા અને સેક્રેટરી ગોરધનભાઈ સુરાણી,આર. સી. સી. ક્લબ ટીકરમાં પ્રેસિડેન્ટ રવિભાઈ દેથારીયા અને સેક્રેટરી હસમુખભાઈ એરવાડીયા,અરલીએક્ટ ક્લબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલમાં પ્રેસિડેન્ટ શુભમ લાખાણી અને સેક્રેટરી જૈમિન પરમારે પદગ્રહણ કર્યું હતું. જેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે સુરતથી રોટરી ઇન્ટરનૅશનલ ડિસ્ટ્રિક્ટ 3060 ના ગવર્નર તુષારભાઈ શાહ તથા ચીફ ગેસ્ટ તરીકે નગરપાલિકા હળવદના ચીફ ઓફિસર તુષાર ઝાલોરિયા તેમજ અરલીએક્ટ ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરમેન રાજેન્દ્રસિંહ રાણા તથા આસિસ્ટન્ટ ગવર્નર રસ્મિનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રોટરી ક્લબ ઓફ હળવદની નવી ટિમ કાયમી પ્રોજેક્ટો ચાલુ રાખશે અને અન્ય નવા લોક અનેં સમાજ ઉપયોગી સેવાકીય કાર્યો હાથ ધરશે. એવું રોટરી ક્લબના નવા વરાયેલા પ્રમુખ રોહિતભાઈ મેંઢાએ જણાવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં આજુબાજુની કલબોના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો અને હળવદની સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓં ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇવેન્ટ ચેર રીતેશભાઈ કારિયા અને અંકિતભાઈ લખતરીયા તેમજ ડો. હર્ષદભાઈ લોરિયા, નરભેરામભાઈ અઘારા અને રોટરી ક્લબના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માટે ગજેન્દ્રભાઈ મોરડીયા અને પ્રતિકભાઈ પાઠક દ્વારા પ્રોગ્રામનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું.