રોટરી ક્લબ ઓફ હળવદનો ગઈકાલે નવમો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં નવા પ્રેસિડેન્ટ અને સેક્રેટરીએ શપથ લીધા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં રોટરી ક્લબના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રોટરી ક્લબ ઓફ હળવદના જણાવ્યા અનુસાર, રોટરી ક્લબ ઓફ હળવદનો ગઈકાલે તા.01/07/2023ના રોજ નવમો શપથગ્રહણ સમારોહ શરણેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે યોજાયો હતો. જેમાં નવમા પ્રેસિડેન્ટ તરીકે ડો.હર્ષદ લોરિયા તથા સેક્રેટરી તરીકે રોહિત મેઢાએ શપથ લીધા હતા. જેમાં ઇંસ્ટોલિંગ ઓફિસર તરીકે રાજકોટથી પી.ડી.જી. દિપક અગ્રવાલ, ચીફ ગેસ્ટ તરીકે રોટેરીયન જયેશ પટેલ, રોટરી ડીસ્ટ્રીક ઓફિસર તરીકે રાજેન્દ્રસિંહ રાણા તથા નરભેરામ અધારા એ હાજરી આપી હતી. ઉપરાંત રોટરી ક્લબના અન્ય હોદ્દેદારો રમેશભાઈ ઝાલોરીયા, ગોપાલભાઈ ઠક્કર, ચીનુભાઈ પટેલ, ગજેન્દ્રભાઈ મોરડીયા, સુરેશભાઈ પટેલ, ચેતન પટેલ, ડો. બી.ટી. માલપરા, રાજેશ ઝાલા, મનીષભાઈ દક્ષિણી, મનીષભાઈ દેથરિયા, રીતેષભાઈ કારિયા, કલ્પેશભાઈ ભોરણીયા, અંકિત લખતરીયા, કાંતિભાઈ પટેલ, મયૂરધ્વજસિંહ તેમમે શપથ લીધા હતા. આ ઉપરાંત રોટરી ક્લબ હળવદની અન્ય ક્લબ RCC હળવદ ક્લબઆ પ્રેસિડેન્ટ રામજીભાઈ જીકાસણીયા તથા સેક્રેટરી તરીકે નાનજીભાઈ સંતોકી, RCC ટીકર ક્લબના પ્રેસિડેન્ટ તરીકે રાકેશ એરવાડીયા તથા સેક્રેટરી તરીકે ગૌતમ વ્યાસ, રોટરેકર ક્લબ હળવદના પ્રેસિડેન્ટ તરીકે અનંત અધારા સેક્રેટરી તરીકે સુખનંદ પટેલ, ઇનરવીલ ક્લબ હળવદમાં રીટાબેન ઓરવાડીયા પ્રેસિડેન્ટ અને પાયલબેન પુજારાએ સેક્રેટરી તરીકે શપથ લીધા હતા. રોટરી ક્લબ ઓફ હળવદ તથા તેની અન્ય ક્લબો સેવાના અવિરત પ્રોજેક્ટો ચાલુ રાખશે તથા અન્ય નવા સેવાકીય પ્રોજેક્ટ આ વર્ષમાં ચાલુ કરશે એમ રોટરી ક્લબના પ્રવક્તા શ્રી રોહિતભાઈ મેઢોએ જણાવ્યું હતું.