આર આર સેલે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 539 પેટી વિદેશી દારૂનો જથ્થો ભરેલુ ટેન્કર પકડી પાડ્યું
રેપીડ રિસ્પોન્સ સેલે ડાક પાર્સલની આડમાં લઈ આવવામાં આવતો હતો વિદેશી દારૂનો જથ્થો : આર આર સેલની ટીમે જુદી જુદી બ્રાન્ડની 539 પેટી વિદેશી દારૂ અને ટેન્કર ચાલકની ધરપકડ કરી
મોરબી માં ઉત્તરાયણ પછી વર્ષની પ્રથમ રેડ આર આર સેલે મહારાષ્ટ્ર થી રાજકોટ લઈ જવાતો મોટો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે જેમાં રેન્જ આઈજી સંદીપ સિંઘની સૂચનાથી આર આર સેલના રીડર શાખાના પીઆઈ એમ.પી.વાળાને ખાનગી રીતે મળેલી બાતમીના આધારે આર આર સેલની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઢળતી સાંજે વોચ ગોઠવી હતી એ દરમ્યાન બંધ બોડીનું કન્ટેનર ટ્રક ન.MH 46 BM 0169 પસાર થતાં તેને અટકાવી તલાસી લેતા તેના પર ડાક પાર્સલ લખેલું જોવા મળ્યું હતું જેમાં તેને સિલ મારેલ હોય પ્રથમ દ્રષ્ટિએ ડાકનું પાર્સલ હોવાનું પોલીસટીમને જણાયું હતું પરન્તુ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કન્ટેનરનું સિલ તોડી તપાસ કરતા તેમાંથીરોયલ ચેલેન્જ, મેક ડોનલડ નં.1 સહિત જુદી જુદી બ્રાન્ડની 539 પેટી નંગ 6468 બોટલ વિદેશી દારૂનો જથ્થો કીમત રૂ.24,49,140/- અને ટ્રક મળી કુલ કિંમત 39,53,340/- કબ્જે કરવામાં આવ્યો હતો જે દરમ્યાન MH 46 BM 0169 નમ્બરના ટ્રક સાથે ચાલકને પકડી પાડ્યો હતો જેમાં તેનું નામ રઘુવીરસિંગ રામેશ્વર લાલ બિશનોઈ રહે.સીરસા હરિયાણા હોવાનું બહાર આવ્યું હતું અને આ વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્ર થી રાજકોટ ખાતે વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું બાદમાં આર આર સેલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં આર આર સેલના રીડર શાખાના પીઆઈ એમ પી વાળાના માર્ગદર્શન હેઠળ રસિકભાઈ પટેલ,શિવરાજભાઈ ખાચર,કુલદીપ સિંહ ચુડાસમા સહિતના સ્ટાફ જોડાયો હતો.