Saturday, October 12, 2024
HomeGujaratમોરબીના અણીયારી ટોલનાકા નજીક ઇકોમાંથી 45 હજારનો દારૂ ઝડપાયો: ઇકો ચાલક સહિત...

મોરબીના અણીયારી ટોલનાકા નજીક ઇકોમાંથી 45 હજારનો દારૂ ઝડપાયો: ઇકો ચાલક સહિત બે શખ્સો નાશી ગયા

મોરબીના અણીયારી ટોલનાકા નજીકથી મોરબી એલસીબીએ ઇકો કારમાંથી 45 ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે ઇકો ચાલક અને અન્ય એક શખ્સ ઇકો રેઢી મૂકી નાશી છૂટ્યા હતા. જેને દબોચી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ ઇકો કાર નં. GJ13-CC-3379માં અંગ્રેજી દારૂનો જથ્થો ભરી હળવદથી માળીયા તરફ લઈ જવામાં આવી રહ્યો છે જે અંગેની મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી આ બાતમીને પગલે મોરબી એલસીબીની ટીમે અણીયારી ટોલનાકે પહોંચી વોચ ગોઠવી હતી આ દરમિયાન ત્યાં ઇકો કારના ચાલકે પોલીસની ગાડી જોઈ જતા પરિસ્થિતિ જાણી જઇ પોતાની કાર હંકારી મૂકી હતી.આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે કારનો પીછો કર્યો હતો. જથી ઇકો કાર ચાલકે કાર રેઢી મુકી ચાલક તથા તેની સાથેનો એક શખ્સ નાશી છૂટ્યા હતા. પોલીસે આ ઇકો કારમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની મેગ્ડોવેલ્સ-૦૧ વ્હીસ્કીની બોટલો નંગ-120 કીંમત રૂ.45000 તથા ઇકો કાર નં-GJ-13-CC-3379 કી.રૂ.2 લાખ મળી કુલ કી.રૂ. 2.45 લાખનો મુદામાલ કબજે કર્યો હતો આ ઉપરાંતકાર ચાલક તથા તેની સાથેના અજાણ્યા ઇસમ વિરૂધ્ધ મોરબી એલ.સી.બી.એ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો દાખલ કરાયો છે.

આ કામગીરી માં એલસીબી પીઆઇ વી.બી.જાડેજા,પીએસઆઇ એન.બી.ડાભી, પો.હેડ.કોન્સ. દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, કોન્સટેબલ વિક્રમભાઇ ફુગસીયા તથા સતીષભાઇ કાંજીયા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!