Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આર.ટી.ઇના ફોર્મ વિના મૂલ્યે ભરી અપાશે

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આર.ટી.ઇના ફોર્મ વિના મૂલ્યે ભરી અપાશે

ગુજરાત સરકાર દ્વારા રાઇટ ઓફ ચિલ્ડ્રન ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 હેઠળ બિન અનુદાનિત ખાનગી શાળામાં ૨૫ ટકા મુજબ વિના મૂલ્યે ધોરણ ૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે જે યોજનાના ફોર્મ ૧૪ માર્ચથી ઓનલાઇન ભરવાના શરૂ થશે ત્યારે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગરીબ અને વંચિત વર્ગના તમામ સમાજના બાળકોને આર. ટી. ઈ. એક્ટ અંતર્ગત ફોર્મ વિના મૂલ્યે ભરી આપવામાં આવશે તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

 

રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને વંચિત સમાજના બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે માટે આર. ટી. ઈ. એક્ટ હેઠળ ખાનગી શાળામાં ૨૫ ટકા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પ્રવેશ આપવાની યોજના ૨૦૦૯ માં જાહેર કરવામાં આવી છે. ત્યારે ૧ જૂન ૨૦૨૪ના રોજ છ વર્ષ પૂર્ણ થતાં વિધાર્થીઓ માટે પ્રથમ ધોરણના પ્રવેશ માટે આર. ટી. ઈ. એકટ હેઠળ પ્રવેશ આપવાની જાહેરાત કરાઈ છે. ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગરીબ અને વંચિત જૂથના બાળકોને વિના મૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે તેમજ યોગ્ય. માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં સરકાર દ્વારા ૧૪ માર્ચથી ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે બાદ ફોર્મ ચકાસણી અને ત્યાર બાદ પ્રવેશ પ્રક્રિયા માટે રાઉન્ડની તારીખની જાહેરાત કરાઈ છે. જેમાં જરૂરી ડોક્યુમેન્ટમાં બાળકનું જન્મ પ્રમાણ પત્ર, રહેણાકનો પુરાવો, લાઈટ બીલ, બાળકના માટે /પિતાનું આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો (૦૧/૦૪/૨૦૨૧ પછીનો) બાળક અથવા વાલીની બેંક પાસબુક, બાળકના આંગણવાડીમાં અભ્યાસનું પ્રમાણપત્ર, ૦ થી ૨૦ સ્કોર વાળો બીપીએલ દાખલો હોય તો, પાસપોર્ટ સાઇઝ ફોટો, માતા/પિતા સહી નો નમૂનો, પાનકાર્ડ, ઇન્કમ ટેકસ રિટર્ન અથવા આવક વેરા પાત્ર રકમ ન થતી હોય તેનું સેલ્ફ ડીક્લેરેશન સાથેના ડોક્યુમેન્ટ્સ સાથે મોરબીના રવાપર રોડ, કાનાભાઈ દાબેલી વાળાની સામે, બેલ પીઆતોઝ બાજુમાં, લવકુશ કોમ્પ્લેક્સમાં સાંજે ૦૭:૦૦ થી ૦૯:૦૦ સુધીમાં ફ્રી માં ફોર્મ ભરી આપવામાં આવશે. જે ફોર્મ ભરવા આવો તે પહેલાં દિલીપભાઈ દલસાણીયા મો. ૮૦૦૦૮ ૨૭૫૭૭ પર કોલ કરીને આવવા માટે વિનંતી કરાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!