માળીયા મી.ના જુના ઘાટીલા ગામના હસમુખભાઈ મગનભાઈ પટેલ વિગેરેએ ભગવાનજીભાઈ અમરશીભાઈ હળવદિયા તેમજ ઉર્મિલાબેન શીવલાલભાઈ પટેલ સામે મોરબી જીલ્લા કલેક્ટર અપીલીય ઓથોરિટી સમક્ષ માળીયા મી. તાલુકાના મંદારકી ગામના રે.સ.નં. ૧૮ અંગેની પ્રમોલગેશન નોંધ નં.૨૧ અને ત્યારબાદ ઉતરોત્તર નોંધ રદ કરવા રીવીઝન અરજી નં.૫/૨૦૨૩ થી દાખલ કરતા તે રીવિઝનના કામે કાયદાકીય દલીલો,રજુઆતો ધ્યાને લઈને તેઓની સદરહું રીવિઝન અરજી સમયમર્યાદાના મુદે,કાર્યક્ષેત્રના મુદે તેમજ રેકર્ડકિય વિગતોને ધ્યાને લઈને કેસના ગુણદોષ આધારે રિવિઝન અરજી નામંજૂર કરતો હુકમ તા.૦૯/૧૦/૨૦૨૩ ના રોજ મોરબીના જિલ્લા કલેક્ટર એ કરેલ છે,રિવિઝન અરજીના કામે સામાવાળા ભગવાનજીભાઈ અમરશીભાઈ હળવદિયા તેમજ ઉર્મિલાબેન શીવલાલભાઈ પટેલના વકિલ તરીકે મોરબીના ખ્યાતનામ રાજેશભાઈ જે. જોષી(૯૨૬૫૨૮૮૪૫૫) રોકાયેલા હતા.