મોરબીમાં આપઘાત અને અકસ્માતે મોતનાં બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે બે અકાળે મોતનાં બનાવો સામે આવ્યા હતા.
પ્રથમ બનાવમાં, મોરબીના વીશીપરા ખાતે રહેતા રહીમભાઈ સુમરાનો ૪ વર્ષીય પુત્ર હસનેન ગત તા.૦૫/૦૩/૨૦૨૩ના સાંજના સાડા પાંચેક વાગ્યા વખતે સાદુળકા ગામ ખાતે રમતા રમતા કોઈ કારણોસર પડી જતા તેને માથે તથા શરીરે ઈજા થતા પ્રાથમિક સારવાર માટે આયુષ હોસ્પીટલ મોરબી ખાતે લાવવામાં આવેલ હતો. જયારે વધુ સારવાર માટે તેને રાજકોટ સરકારી હોસ્પિટલના કે.ટી. ચીન્ડ્રન હોસ્પીટલ PICU વોર્ડમાં દાખલ કરેલ હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
બીજા બનાવમાં, વાંકાનેરનાં દિવાનપરા ખાતે રહેતા લલીતભાઇ પીંતામ્બરભાઇ સોલાણી નામના વૃદ્ધ છેલ્લા ઘણા સમયથી બીમાર હોય ત્યારે ગઈકાલે રાત્રે સુતા હતા અને સવારે ન ઉઠતા તેઓને બેભાન હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને તપાસી મૃત જાહેર કાર્ય હતા. તેમજ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.