કચ્છમાં બિપરજોય વાવાઝોડાના કારણે ૭ સંવેદનશીલ તાલુકામાં કોઇપણ પ્રકારની જાન-માલની નુકસાની ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. ત્યારે કચ્છ પોલીસ દ્વારા સલામતીના સાધનોને ચેક કરવામાં આવ્યા હતા. નારાયણ સરોવર ખાતે પોલીસની ટીમો દ્વારા SDRF અને NDRFની ટીમના બચાવ કામગીરીના સાધનો ચેક કરાયા છે. તેમજ તમામ સાધનો આધુનિક હોવાનું કચ્છ પશ્ચિમ જીલ્લા પોલીસે જણાવ્યું છે. એસ.પી ડો.કરણરાજ વાઘેલા અને એ.એસ.પી.વલય વૈદ્યની ટીમ દ્વારા ખાસ ટીમો બનાવી હાલ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.