Friday, May 17, 2024
HomeGujaratઉપલેટામાંથી 35 બોટલ દારૂ સાથે સાહિલ ઝડપાયો: શાહનવાઝનું નામ ખુલ્યું

ઉપલેટામાંથી 35 બોટલ દારૂ સાથે સાહિલ ઝડપાયો: શાહનવાઝનું નામ ખુલ્યું

રાજકોટના ઉપલેટા શહેરમાં રૂરલ એલ.સી.બી.પોલીસે રેડ કરી 35 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ રૂરલ એલ.સી.બી. પોલીસ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન દારૂ અંગે બાતમી મળતા ઉપલેટાના ધોરાજી દરવાજા નજીક રહેતા આરોપી સાહિલ સલીમભાઈ સુમરા (ઉ.વ.30)ના રહેણાંક મકાનમાં રેડ કરી હતી જે રેઇડ દરમિયાન મકાણમાંથી મેકડોવેલ્સ નં.1ની 35 બોટલ દારૂ કિંમત રૂપિયા 10.500નો જથ્થો ઝડપાયો હતો. જેને પગલે પોલીસે દારૂ, મોબાઈલ સહિત 15500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એલ.સી.બી.પોલીસે દારૂના જથ્થા સાથે સાહિલ સલીમભાઈ સુમરાને દબોચી લીધો હતો. આ પ્રકરણમાં અન્ય એક શખ્સ શાહનવાઝ ઉર્ફે સાનુડો સલીમભાઈ હિંગોરાનું નામ ખુલતા બન્ને વિરૂધ્ધ ગુન્હો નોંધી ફરાર આરોપી શાહનવાઝ ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!