પશ્ચિમ બંગાળથી રોજગારી માટે મોરબી આવેલ મહિલા ભુલા પડતા 181 અભયમ ટિમ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરને સોંપવામાં આવ્યા હતા જ્યાં અગિયાર દિવસની સતત જહેમત બાદ આ મહિલાનો કુટુંબીજનો સાથે મિલાપ થયો હતો.
મળતી માહિતી મુજબ ગત તા.11માર્ચના રોજ ટિમ અભયમ દ્વારા પશ્ચિમ બંગાળના એક મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપવામાં આવ્યા હતા.આરતીબેન સુનાતનસિંગ નામના આ મહિલા સ્થાનિક ભાષા સમજતા ન હોય સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પોલીસ અને દુભાષીયાની મદદ મેળવી મહિલાના વતન મેદનીપુર જિલ્લાની પોલીસ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. બાદમાં આ મહિલા તેમના કુટુંબીજનો સાથે માટેલ નજીક એક ફેકટરીમાં કામે આવ્યા હોવાનું જાણવા મળતા ગઈકાલે તેમના કુટુંબીજનો સાથે જવા ઈચ્છા દર્શાવતા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેમના પરિવાર કુટુંબીજન સાથે મોકલી આપવામાં આવ્યા હતા.