શિયાળાની ઠંડીમાં પૌષ્ટિક એવા શાકભાજીનું ઉપયોગ થાય તેવી રીતે સલાડ મેકીંગ એન્ડ ડેકોરેશન કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકથી ત્રણ નંબર મેળવનાર વિદ્યાથીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોરબીની પી જી પટેલ કોલેજ દ્વારા એક જાન્યુઆરીના રોજ શિયાળાની ઠંડીમાં પૌષ્ટિક એવા શાકભાજીનું ઉપયોગ થાય તેવી સલાડ મેકિંગ એન્ડ ડેકોરેશન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાની કુશળતા દર્શાવી હતી. કોલેજના સ્ટાફ મેમ્બર્સ દ્વારા વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. જે સ્પર્ધાના દરેક વિજેતાઓને કોલેજ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ નંબર પર સરધારા કૃપેશા અને નિમાવત ધારા, દ્વિતીય નંબર પર કુછડીયા જાનવી અને ત્રેટીયા ધ્રુવીતા, તેમજ તૃતીય નંબર પર જાની વિશ્વા અને પાટડીયા ભૂમિકા વિજેતા બન્યા હતા. જે તકે કોલેજના આચાર્ય
ડો. રવિન્દ્ર ભટ્ટ, ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજાએ વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.