મોરબીના સામાજિક અગ્રણીઓ દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી સીવીલ હોસ્પીટલમાં છેલ્લા ૩ માસથી સફાઇ કામદારો તથા સીકયુરીટી, સુપર વાઇઝર તથા ડ્રાઇવરોના પગાર ટાઇમે ન થતા હોય તે બાબતે રજુઆત કરવામાં આવી છે. અને વહેલી તકે કામદારોના પગાર કરાવવા રજૂઆત કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા અને સેતા ચીરાગ દ્વારા મોરબીની સરકારી હોસ્પીટલમાં સફાઇ કામદારો અને સીકયુરીટીના પગાર છેલ્લા ૩ (ત્રણ) મહીનાથી થયેલ નથી તે અંગે અગાઉ પણ સુપ્રિટેન્ડન્ટને જાણ કરી હતી. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પગલા ભરવામાં નહીં આવતા મોરબીના ધારાસભ્ય, કલેકટર અને અયોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી રજુઆત કરી છે. સફાઈ કામદારો, ડ્રાઇવર તથા સીકયુરીટી, સુપરવાઇઝર વિગેરેને અન્ય કોઇ આવક નથી તેમજ અનેક કર્મચારી ભાડાના મકાનમાં રહેતા હોવાથી ભાડાના પણ પૈસા નથી, અમુક કર્મચારીઓને છોકરાઓની ફી ભરવાના પણ પૈસા નથી, તેમજ ત્રણ મહિનાથી પગાર નહિ થતાં કરીયાણાવાળાના ઉધાર પણ કર્મચારીઓ પર ચડી ગયા છે. જેથી મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા પણ ધ્યાન આપે અને કર્મચારીઓના પગાર વહેલી તકે કરાવે તેવી વિનંતી સામાજિક અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે…