મોરબીમાં વધુ એક બાઇક ચોરી થયા અંગેની અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં લાલપર ટાઇલ્સની ઓફિસમાં નોકરી કરતા સચિનભાઈ ઘનશ્યામભાઈ ઉભડીયા ઉવ.૨૩ રહે. ૬૦૩ આઈશ્રી હાઈટ્સ એસપી રોડ મોરબી મૂળરહે. રવાપર નદી ગામવાળાએ પોતાનું બાઇક હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-ઈબી-૧૧૦૪ વાળું બાઇક ગઈ તા.૧૭ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ આલાપ સોસાયટીના મેઈન ગેઇટ સામે પાર્ક કરી આલાપ સોસાયટીમાં રહેતા અંકુરભાઈ જોડે મોટરકારમાં પોતાની નોકરીના સ્થળ લાલપર ગયા હતા, ત્યારે ત્યાંથી રાત્રીના ૮ વાગ્યે પરત આવ્યા ત્યારે પાર્ક કરેલ બાઇક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરીને લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું, હાલ સચિનભાઈ ઉભડીયાની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.