ગુજરાતમાં જેવી રીતે કોરોનાના કેસો વધ્યા છે, તેને લઈને મોટા શહેરોમાં હાલ પણ રાત્રી કર્ફ્યુ ચાલુ છે. જોકે પોલીસ 22 માર્ચના પહેલા લોકડાઉન થી લઈને હાલ પણ ખડેપગે કામગીરી કરી રહી છે.પણ કમનસીબે હવે કોરોના સંક્રમિત પોલીસ કર્મી કેસ વધી રહ્યા છે. બીજી બાજુ પોલીસે માસ્ક નહિ પહેરનાર ગુજરાત ભરમાંથી 60 કરોડ થી વધુ રૂપિયા દંડ વસુલ્યો છ. તો લૉકડાઉન અને કર્ફ્યુ દરમિયાન ગરીબોને ભોજન પણ પહોંચાડ્યું છે અને લોકોને મદદ પણ કરી છે તો રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા પણ રેન્જ અને જિલ્લાઓ ના એસપી સાથે વિડીયો કોંફરન્સ કરી પોલીસ અને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે સાથે જ પોલીસકર્મીઓ અને તેના પરિવારોને પણ કોરોનાથી બચવાના સૂચનો આપી રહ્યા છે.
કોરોના વોરિર્યસ તરીકે પોલીસની સેવાને સલામ મોરબી મીરર ટીમ કરી રહી છે.
સેંકડો પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા
૪૦ થી વધુ પોલીસ કર્મચારીઓએ ઓનપેપર જીવ ગુમાવ્યો છે
૬૦ કરોડ લાખ થી વધુ રૂપિયાનો દંડ વસુલ્યો
22 માર્ચથી અત્યાર સુધી પોલીસે 70 હજારથી વધુ લોકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે. ગુજરાત ભરમાં 22 માર્ચ થી 13 ડિસેમ્બર સુધીમાં પોલીસે જાહેરનામા ભંગના કુલ 1,10,900 કેસો કર્યા છે અને તેની સામે કુલ આશરે બે લાખથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ માસ્ક ના પહેરવા બદલ કરોડો રૂપિયાનો દંડ કર્યો છે જો આ કોરોનાના આંકડા તો ફક્ત કાગળ પરના છે પરંતુ હજુ આ આંકડામાં વધારો હોય તો વાત નકારી શકાય નહિ છતાં પણ લોકો માસ્ક વગર ફરી રહ્યા હોય તેવા સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.
૪૦૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો
કોરોનાની આ લપેટમાં પોલીસ પણ બાકાત રહી નથી. અત્યાર સુધી પોલીસના કુલ દોઢ લાખ પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત જેમાંથી સવા લાખ જેટલા પોલીસ કર્મચારીઓ સારા પણ થઇ ગયા છે. પરંતુ દુઃખદ વાત એ છે કે 280થી પોલીસ કર્મચારીઓ કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે હાલ પણ ગણ્યા ગણાય નહિ તેવા અસંખ્ય પોલીસ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત છે. પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસમથક અને પોલીસ આવાસ તેમજ તમામ ગાઈડલાઈન અનુસાર ચાલવા પણ કામગીરી હાથ ધરાઈ છે તો પણ પોલીસની કામગીરી જ એ વી છે કે યેન ક્યેન પ્રકારે તેઓ કોરોના ઝપેટમાં આવી જ જાય છે.રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા પણ તમામ રેન્જ આઈજી ડીઆઈજી અને જીલ્લાઓના એસપીઓ સાથે વિડીયો કોંફરન્સ યોજી પોલીસકર્મીઓ ની સાવચેતી માટે ચિંતા વ્યક્ત કરી છે.
જેને લઈને મોરબી માં એ ડીવીઝન ખાતે મેડિકલ કેમ્પ તેમજ સેનેટાઈઝર મશીન એટલું જ નહીં ફરતા સેનેટાઇઝર ટ્રક પણ બનાવવામાં આવ્યા છે જે ફરજ પરના પોલીસકર્મીઓની સતત સેવામાં રહે છે ત્યારે લોકોની સુરક્ષા માં રહેલી પોલીસ જ આજે કોરોના સામે બાથ ભીડી લોકોને કોરોનાથી બચવા અપીલ કરી રહ્યા છે ત્યારે ગુજરાત પોલીસની આ હિંમતને મોરબી મિરર ટિમ હૃદય પૂર્વક સલામ કરે છે.