Thursday, February 13, 2025
HomeGujaratસમાજ નવનિર્માણ ટ્રસ્ટ- ભુજ અને કચ્છ લોકસભા પરિવાર દ્વારા ગાંધીધામ સ્થાપના દિન...

સમાજ નવનિર્માણ ટ્રસ્ટ- ભુજ અને કચ્છ લોકસભા પરિવાર દ્વારા ગાંધીધામ સ્થાપના દિન નિમિતે ભવ્ય રમતોત્સવનું આયોજન

ગાંધીધામ શહેરના સ્થાપના દિવસ નિમિતે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ, કચ્છ લોકસભા પરિવાર દ્વારા ગાંધીધામ સ્થાપના દિન નિમિતે ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ખેલાડીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

ગાંધીધામ શહેરના સ્થાપના દિવસ નિમિતે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ, કચ્છ લોકસભા પરિવાર દ્વારા સાંસદ વિનોદચાવડા તરફથી શુભેચ્છા પાઠવતા સાંસદ સ્વચ્છતા મેરેથોન, સાંસદ એથ્લેટિક્સ ટુર્નામેંટ, સાંસદ કરાટે સ્પર્ધા, સાંસદ ફૂટબોલ સ્પર્ધા, સાંસદ લઘુભારત સાંસ્ક્રુતિક મહોત્સવ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. દરેક ખેલાડીઓને સન્માનીત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રમત – ગમત સંકૂલ ગાંધીધામ ખાતે સાંસદ એથલેટીક્સ ટુર્નામેંટમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૮૦૦ મીટર, ૧૫૦૦ મીટર દોડ ની વિવિધ કેટેગરીમાં સ્પર્ધામાં ખેલાડીઓ સારું પ્રદર્શન કરેલ હતું. ટુર્નામેન્ટોને ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જીલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પરમારે શુભારંભ કરાવ્યું હતું.

ગાંધીધામ નગરપાલિકા પુર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ, પુર્વ કારોબારી ચેરમેન એ,કે.સિંઘ, શહેર ભાજપા પુર્વ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, પ્રોગ્રામ ઇન્ચાર્જ મનોજભાઈ મૂલચંદાની, સર્વશ્રી વિજયસિંહ જાડેજા, કમલેશ પરિયાણી, ઘેલાભાઈ ભરવાડ, રામભાઇ માતંગ, ભરતભાઇ મિરાણી, પ્રવીણભાઈ ઘેડા, સંજયભાઈ, લીનાબેન, સંગઠનના હોદેદારો, સંસ્થાના નંદલાલ ગોયલ, કમાલ શર્મા, અંબાલાલ પોકાર, દિનેશ ભાઈ ત્રિપાઠી અને યુવા મોર્ચાના કાર્યકર મિત્રો વ્યાયામ શિક્ષક સંઘ, કોર્પોરેટરઓ, ગાંધીધામના નગરજનો, તેમજ બહોળી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!