નૂતન વર્ષે વિવિધ જ્ઞાતિઓ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નૂતન વર્ષ નિમિતે નાતજાતના ભેદ ભૂલીને દરેક સમાજ એક બને અને પરસ્પર એકતાની ભાવના જળવાઈ રહે તે માટે સરાહનીય પ્રયાસ સાથે સમરસતા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નવા વર્ષેના દિવસે સામાજિક સમરસતા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનુસૂચિત જાતિ વિસ્તારોમાં વણકર વાસ, વાલ્મિકી સમાજ, રબારી સમાજ સહિતની જ્ઞાતિઓનું એક સાથે સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. આ સામુહિક સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દરેક લોકોએ એકસાથે ચા, પાણી, નાસ્તો કરી એકબીજાને ગળે ભેટી ઉત્સાહભેર નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ સમરસતા સ્નેહ મિલનના આયોજન અંગે યંગ ઇડિયા ગ્રુપના મેનોટર દેવેનભાઈ રબારીએ કહ્યું હતું કે, દેશ પ્રથમના સિદ્ધાંત સાથે નાત જાતના ભેદભાવ ભૂલી સૌ સમાજ અને લોકો એકતાથી અને શાંતિથી રહે તેવા હેતુ સાથે આ સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું.