સમર્થ ભારત ફાઉન્ડેશન (પ્રસ્તાવિક) દ્વારા જરૂરિયાત મંદ વિધાર્થીઓ માટે અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પરીક્ષા પૂર્ણ થતાં પુસ્તકો પસ્તીના ભાવે રૂ. ૨૦ ના કિલો એ આપવાના બદલે જરૂરિયાતમંદ બાળકોને વિદ્યાદાન કરવા અપીલ કરવામાં આવી છે.
સમર્થ ભારત ફાઉન્ડેશન (પ્રસ્તાવિક) દ્વારા જરૂરિયાત મંદ વિધાર્થીઓ માટે અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે અભ્યાસ પૂર્ણ કરતા વિદ્યાર્થીઓને અપીલ કરતા કહ્યું છે કે પરીક્ષાઓ પૂર્ણ થતાં મોંઘા દરે ખરીદેલ પુસ્તકો ૨૦ રૂપિયો પ્રતિ કિલોના ભાવે પસ્તી માં વેચવાના બદલે એક યાદી તૈયાર કરી ગ્રુપ માં મૂકી શકાય જેથી ઓળખીતા હોય તેઓ સંપર્ક કરી શકે. જે લોકો મોંઘા પુસ્તકો ખરીદી કરવા સક્ષમ નથી તેવા લોકો પર શિક્ષણનો ભાર ઓછો થશે. તેમજ રીતે પ્રકૃતિનું સંરક્ષણ પણ થશે. તેમજ રૂ. ૧૦૦૦/- રૂપિયાની પુસ્તકો રૂ. ૨૦/- ના પસ્તીમાં વેચાઈ જશે તેના બદલે કોઈ એક બાળકને વિદ્યાદાન કરીએ. તેવો પ્રયાસ કરીએ તેમ જણાવ્યું છે. જે સંદેશાને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે વીનંતી પણ કરવામાં આવી છે. તેમજ કોઈપણ શહેરમાં પુસ્તકો આપવા માટે અમારી ટિમનો સમર્થ ભારત ફાઉન્ડેશન (પ્રસ્તાવિત) શિવ શક્તિ એન્ટરપ્રાઈઝ, મામા સાહેબ મંદિર પાસે જકાત નાકા, વાંકાનેર ખાતે મોબાઇલ નં. 89268 22222 પર સંપર્ક પણ કરી શકે છે.