સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઇ પંડ્યા અને અમુલભાઇ જોષી ની આગેવાનીમાં ગત તારીખ ૧૮-૦૯-૨૦૨૨ ના રોજ પંચમુખી હનુમાનજી મંદિર, ઉમા ટાઉનશિપ સામે, વેજિટેબલ રોડ, મોરબી – ૨ ખાતે સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આ વખતે રેકોર્ડ બ્રેક ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના પરિણામ એકત્રિત કરવામાં આવ્યા હતા અને તમામ ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં કથાકાર ભાઈશ્રી રમેશભાઇ ઓઝા તેમજ હાસ્ય કલાકાર ડો.જગદીશભાઈ ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોરબીમાં વસતા બ્રહ્મદેવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ મોરબીની ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી.