Monday, July 7, 2025
HomeGujaratજૂનાગઢ એલસીબી પીઆઇના મહિલા સાથેના ગેરવર્તન અંગે સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ-મોરબી...

જૂનાગઢ એલસીબી પીઆઇના મહિલા સાથેના ગેરવર્તન અંગે સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ-મોરબી દ્વારા ડીજીપીને રજુઆત કરાઈ

સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ-મોરબી દ્વારા ગુજરાતના DGPને આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ એલ.સી.બી.ના પીઆઈ જે.જે. પટેલ વિરૂધ્ધ કોર્પોરેટર સોનલબેન કારાભાઈ રબારી સાથે અપમાનજનક ભાષાનો ઉપયોગ અને હોદાનો દુરૂપયોગ કરવામાં આવ્યો હોવાની ફરીયાદ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજ-મોરબી દ્વારા ગુજરાતના DGPને પાઠવાયેલ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, જૂનાગઢ શહેરના કોર્પોરેશનના વોર્ડ નં. ૧૫ના કોર્પોરેટર સોનલબેન કારાભાઈ રબારી સાથે જૂનાગઢ એલસીબીના પીઆઈ જે.જે. પટેલ દ્વારા સત્તામાં મદ થઈ જાહેરમાં જાતિવાચક, અપમાનજનક અને ઔકાતમાં રહો જેવા શબ્દોનો ઉપયોગ કરી તેઓનું માનહાનિરૂપ વર્તન કરવામાં આવ્યું છે. આ સિવાય, પી.આઈ. જે.જે. પટેલે પોતાની હોદાની સત્તાનો દુરૂપયોગ કર્યો છે નારી માટે અપમાનજનક ભાષા અને ધમકીઓ આપી છે. સમાજમાં ભય ફેલાવવા જેવું વર્તન કરે છે. આ અંગેનો વિડિયો પુરાવો અને સાક્ષીઓ હાજર છે. જોકે, અત્યાર સુધી કોઈ પોલીસ કાર્યવાહી કરાતી નથી તે અત્યંત શંકાસ્પદ છે. જેથી આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવા તથા પી.આઈ. જે.જે. પટેલ સામે શિસ્તભંગ અને Scheduled Castes and Scheduled Tribes (Prevention of Atrocities) Act તથા મહિલા માનહાનિ કાયદા હેઠળ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. તેમજ પોલીસ તંત્ર દ્વારા આ વિગત વર્તનના જવાબદાર અધિકારી સામે ભવિષ્યમાં દાખલારૂપ પગલાં લેવાય અને જે.જે. પટેલની ખાતાકીય તપાસ કરવામાં આવે અને ભુતકાળમાં પણ આવા કૃત્યોની ફરીયાદ આવેલ હોય તેની તપાસ કરી પગલા લેવામાં આવે તેવી પણ કરવામાં આવી છે. જો યોગ્ય સમયે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો, ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે અને માનનીય ચીફ જસ્ટીસને પણ ઈમેઈલ/લેખિત રજૂઆત કરેલ છે તેમજ આ બાબતે વધારે આગ્રહપૂર્વક તપાસની માંગ કરવામાં આવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!