Tuesday, January 7, 2025
HomeGujaratસમસ્ત રઘુવંશી સમાજ મોરબી દ્વારા પૂજ્ય જલારામ બાપાની ૨૨૪મી જન્મજયંતિ નિમિતે ભવ્ય...

સમસ્ત રઘુવંશી સમાજ મોરબી દ્વારા પૂજ્ય જલારામ બાપાની ૨૨૪મી જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની ૨૨૪મી જન્મજયંતિ નિમિતે સમસ્ત રઘુવંશી સમાજ મોરબી દ્વારા ભવ્ય શોભાયાત્રા નું અનેરુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તા.૧૯-૧૧-૨૦૨૩ને રવિવાર, કારતક સુદ ૭ ના રોજ શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતો. ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

- Advertisement -
- Advertisement -

 

જલારામ બાપાની ૨૨૪મી જન્મ જયંતી નિમિતે સમસ્ત રઘુવંશી સમાજ મોરબી દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. જે શોભાયાત્રા જુના બસસ્ટેશન,નગર દરવાજા,પરા બજાર, શાક માર્કેટ ચોક, ગાંધી ચોક, વસંત પ્લોટ,રવાપર રોડ, બાપા સિતારામ ચોક,નવુ બસ સ્ટેશન, શનાળા રોડ,રામ ચોક,સાવસર પ્લોટ મેઈન રોડ, દશાશ્રી માળી વણિક જ્ઞાતી ની વાડી સહીત ના વિસ્તારોમાં વિવિધ આકર્ષણો સાથે શહેર ના રાજમાર્ગો પર ફરી હતી. વિવિધ સ્થળોએ શોભાયાત્રા નું સ્વાગત તેમજ પૂજ્ય બાપાનું પૂજન કરવામાં આવ્યું હતું. બાપા સિતારામ ચોક ખાતે સંજયભાઈ જમનાદાસભાઈ ભોજાણી પરિવાર તથા ધવલભાઈ સવજીભાઈ રાજા પરિવાર દ્વારા મહાઆરતી તેમજ રામચોક ખાતે હિતેશભાઈ કાંતિલાલ સચદેવ પરિવાર દ્વારા કેક કટીંગ કરવામાં આવી હતી.

જેમાં કેક કટિંગ વીજ હેલપરના હસ્તે કરવામાં આવ્યું હતું. બાદમાં શહેરના નગર દરવાજા ચોક ખાતે તેમજ રામચોક ખાતે મહા આતશબાજી યોજવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલ, પૂજ્ય જલારામ બાપા નો રથ, ડી.જે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર, પૂજ્ય જલારામ બાપા, વીરબાઈ માઁ નો વેશ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!