વિવિધ ફ્લોટ્સ, મહા આરતી, મહા આતશબાજી, કેક કટીંગ, વેશભુષા, લાઈવ પ્રસાદ સહીત ના આકર્ષણો સાથે શોભાયાત્રા નું અનેરુ આયોજન.
પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની ૨૨૪મી જન્મજયંતિ નિમિતે સમસ્ત રઘુવંશી સમાજ-મોરબી દ્વારા ભવ્ય શોભાયાત્રા નું અનેરુ આયોજન કરવા માં આવેલ છે. જે અંતર્ગત તા.૧૯-૧૧-૨૦૨૩ રવિવાર, કારતક સુદ ૭ ના રોજ બપોરે ૨ઃ૩૦ કલાકે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે, શોભાયાત્રા જુના બસસ્ટેશન-નગર દરવાજા-પરા બજાર-શાક માર્કેટ ચોક-ગાંધી ચોક-વસંત પ્લોટ-રવાપર રોડ- બાપા સિતારામ ચોક- નવુ બસ સ્ટેશન- શનાળા રોડ- રામ ચોક- સાવસર પ્લોટ મેઈન રોડ- દશાશ્રી માળી વણિક જ્ઞાતી ની વાડી સહીત ના વિસ્તારો માં વિવિધ આકર્ષણો સાથે શહેર ના રાજમાર્ગો પર ફરી વળશે.
વિવિધ સ્થળોએ શોભાયાત્રા નું સ્વાગત તેમજ પૂ.બાપા નું પૂજન કરવા માં આવશે, બાપા સિતારામ ચોક ખાતે સંજયભાઈ જમનાદાસભાઈ ભોજાણી પરિવાર તથા ધવલભાઈ સવજીભાઈ રાજા પરિવાર દ્વારા મહાઆરતી તેમજ રામચોક ખાતે હિતેશભાઈ કાંતિલાલ સચદેવ પરિવાર દ્વારા કેકકટીંગ યોજવા માં આવશે. શહેર ના નગર દરવાજા ચોક ખાતે તેમજ રામચોક ખાતે મહા આતશબાજી યોજાશે. શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલ, પૂ.જલારામ બાપા નો રથ, ડી.જે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર, પૂ.જલારામ બાપા, વીરબાઈ માઁ નો વેશ ધારણ કરવા માં આવશે જે આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે. શહેર ના દરેક રઘુવંશીઓને સહપરિવાર શોભાયાત્રા માં જોડાવવા શોભાયાત્રા કારોબારી સમિતી દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવા માં આવ્યુ છે.