Wednesday, March 25, 2026
HomeGujaratગૌચર જમીનમાં મંજૂરી વગર વિજપોલ મુદ્દે સમલી ગ્રામસભાનો નિર્ણય : કંપનીઓને નોટિસ,...

ગૌચર જમીનમાં મંજૂરી વગર વિજપોલ મુદ્દે સમલી ગ્રામસભાનો નિર્ણય : કંપનીઓને નોટિસ, નહી તો પોલ દૂર કરવાની ચેતવણી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સમલી ગામમાં ગૌચર જમીનમાં મંજૂરી વગર વિજપોલ નાખવાના મુદ્દે ગ્રામસભામાં કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પંચાયતની પૂર્વ મંજૂરી વગર કામગીરી થતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, સમલી ગ્રામપંચાયતની ગઈકાલે તા.24/03/2026 ના રોજ મળેલ ગ્રામસભામાં CASPIAN RENEWABLES PRIVATE LIMITED અને JUNIPER PRIVATE LIMITED કંપની દ્વારા ગૌચર જમીનમાં વિજપોલ નાખવાની કામગીરી મંજૂરી વગર કરવામાં આવી હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ગ્રામસભામાં જણાવાયું હતું કે, કંપની દ્વારા કલેક્ટરની મંજૂરી હોવાનું અંગ્રેજીમાં લખાણ બતાવી સરપંચ પાસેથી લેટરપેડ પર સહી લેવામાં આવી હતી, પરંતુ પંચાયતની સત્તાવાર મંજૂરી લેવામાં આવી નહોતી. તેથી તે લેટરપેડને અમાન્ય ગણવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. ગ્રામસભાએ નક્કી કર્યું છે કે સંબંધિત કંપનીઓને તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવશે અને જો યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો ગૌચર જમીન પરથી વિજપોલ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઠરાવની નકલ મોરબી કલેક્ટર તેમજ હળવદ તાલુકા વિકાસ અધિકારીને મોકલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામસભામાં આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!