દુર્ગાધામ ખાતે સનાતનનો શંખનાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15,000થી વધુ બ્રાહ્મણોની હાજરી આપી સામાજિક એકતા, સાંસ્કૃતિક વિરાસત અને ધાર્મિક મૂલ્યોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં દરેક જ્ઞાતિના આગેવાનોએ દુર્ગાધામની માંગણીને સમર્થન આપી કાર્યક્રમની ભવ્યતા વધારી હતી.
દુર્ગાધામ ખાતે સનાતનનો શંખનાદ કાર્યક્રમ 15,000 બ્રાહ્મણોની હાજરીમાં યોજાયો હતો. જેમાં સામાજિક એકતા અને સાંસ્કૃતિક વિરાસતનો પરિચય કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં યુવાનોને તેમના જીવનસાથી પસંદગીમાં મદદરૂપ થઈ શકે તેવી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી હતી. આ સંમેલન દ્વારા સમાજમાં પરંપરાગત મૂલ્યોને જાળવી રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો જેમાં 2140 મિટિંગો યોજાઈ હતી. જે કાર્યક્રમમાં દરેક જ્ઞાતિના આગેવાનોએ દુર્ગાધામની માંગણીને સમર્થન આપ્યું હતું. આગેવાનોએ તેમની ભાષણો દ્વારા સમાજિક એકતા, સાંસ્કૃતિક વિરાસત અને ધાર્મિક મૂલ્યોનો સંદેશ આપ્યો હતો.
જે કાર્યક્રમમાં પરમાત્માનંદજી, નિવૃત જસ્ટિસ આર આર ત્રિપાઠિ, ગિરીશ આપા સોનલધામ મઢડા, અમિતભાઇ ઠાકર, ધારાસભ્ય, શૈલેષ મેહતા, ધારાસભ્ય, રુદ્રદત્તસિંહ ઝાલા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ, લાલજી પટેલ, કન્વીનર, એસપીજી, દિનેશ બામ્ભાણીયા, પાટીદાર અગ્રણી, કાળુભાઇ ડાભી, ધારાસભ્ય, કિરીટસિંહ ડાભી, ધારાસભ્ય, શંકરલાલ વેગડ, માજી સાંસદ, રાજ્યસભા, સતિષભાઈ ગમારા, માલધારી અગ્રણી, નરેશભાઈ મારું દલિત સમાજના અગ્રણી સહિતના આગેવાનો વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. જે કાર્યક્રમની સફળતા પાછળ દરેક જ્ઞાતિના આગેવાનોનું સમર્થન અને સહયોગ રહ્યો હતો. જે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ તેમની ભાવનાત્મક ભાષણો દ્વારા કાર્યક્રમની ભવ્યતા વધારી અને સમાજને એકતાનો સંદેશ આપ્યો હતો. તેમજ કાર્યક્રમના અંતમાં સમાજિક એકતા, સાંસ્કૃતિક વિરાસત અને ધાર્મિક મૂલ્યોને જાળવી રાખવાની અપીલ કરવામાં આવી હતી તેમ દુર્ગાધામ પ્રમુખ ભાવેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું.