એક જ પંડાલમાં ૧૦૦ જેટલી જ્ઞાતિઓના આગેવાનોનો જમાવડો,દરેક જ્ઞાતિના દીકરા દીકરીએ જ્ઞાતિમાં જ લગ્ન કરવા જોઈએ,જાગૃતિનો સંદેશ અપાયો
સનાતન નો શંખનાદ એટલે એવો કાર્યક્રમ કે જેની તૈયારીઓ છેલ્લા ઘણા મહિનાઓથી કરવામાં આવતુતી હતી આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ ના દીકરા દીકરીઓ માટે પસંદગી મેળો તેમજ પ્રેસ મીડિયા ,ફિલ્મ કે અન્ય ક્ષેત્રોમાં કાર્યરત સર્વે બ્રાહ્મણોને એક સાથે એક મંચ પર લાવી તેઓના કાર્યને બિરદાવવાનો વિશેષ પ્રયત્ન સાથ જ ૧૦૦ જેટલી જ્ઞાતિઓ ને એક જ પંડાલમાં એકઠા કરી જાગૃતિ નો સંદેશ આપી સનાતન નો શંખનાદ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ ખાતે બાવળા બગોદરા હાઈવે પર આવેલ ગોરાણી ક્લબ એન્ડ રિસોર્ટ માં દુર્ગાધામ ખાતે આજે ભવું કાર્યક્રમ સનાતન નો સંખનાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આખા ગુજરાત માંથી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ સહિત ૧૦૦ જેટલી જ્ઞાતિઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં બ્રાહ્મણ સમાજના યુવક યુવતીઓ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આ કાર્યક્રમ માં પ્રેસ મીડિયા તેમજ ફિલ્મ સહિતના ક્ષેત્રોમાં કાર્યરત આખા ગુજરાતના ભૂદેવોએ આમંત્રિત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતના મીડિયા ક્ષેત્રમાં બ્રહ્મ સમાજના નામાંકીત ચહેરાઓએ પણ ખાસ હાજરી આપી હતી અને આ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.