મહારાણા પ્રતાપજીની જન્મ જયંતી નિમિત્તે મોરબીમા પેહલીવાર શ્રી રાજપુત કરણી સેના તથા સમસ્ત હિન્દૂ સંગઠનો દ્વારા આગામી ૨૨-૫-૨૦૨૩ ને સોમવારના રોજ સનાતન સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુઓ માટે જેને પોતાનું જીવન સમર્પિત કર્યું એવા હિંદવા શાલીગ્રામની જન્મ જયંતી ભવ્ય અતિ ભવ્ય ઉજવાયએ માટે સમસ્ત હિન્દૂ સંગઠનો તથા શ્રી રાજપુત કરણી સેના દ્વારાએક ભવ્ય રેલીનું આયોજન કરેલ છે. જેમાં નહેરૂ ગેઇટથી સાંજે ૫-૦૦ વાગ્યે યાત્રાનો પ્રારંભ થશે. જે આગળ દરબાર ગઢ થઇને મહારાણા પ્રતાપ સર્કલ સુધી ફરશે. જેમાં તમામ હિન્દુ સંગઠનનોએ જોડાઈને એકલિંગજીના જાયાને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.