ખનીજ ચોરીનું એટલે જાણે હળવદ પંથકનો પર્યાય શબ્દ બની ગયો હોય તેમ વારંવાર હળવદમાં ખનીજ ચોરીના બનાવો સામે આવે છે ત્યારે હળવદમાં ટીકર નજીક બ્રાહ્મણી નદી માંથી ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરી ઝડપી પાડવામાં આવી છે.
હળવદ પોલીસ ના રિપોર્ટના આધારે ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર કણસાગરા સાહેબ દ્વારા ટીકર નજીક આવેલ બ્રાહ્મણી નદીમાં રેડ કરવામાં આવી હતી જ્યાંથી સુરેશભાઈ બાલુભાઈ બાલસાનીયા(ઉ.વ ૨, ધંધો ડ્રાઈવિંગ રહે ઘનશ્યામગઢ તા.હળવદ જી.મોરબી) ને ખાલી ટાટા ૩૫૨૫ ડમ્પર નંબર GJ 36 X 1928 તેમજ મશીન ઓપરેટર
રિયાઝ અલી લાલમોહમદ અન્સારી (ઉ.૨૦ રહે,ગામ હલિયા તા.લાલ ગંજ જી. મિરઝાપુર ઉત્તરપ્રદેશ,હાલ રહે, ટીકર નદી કિનારે)ને સન્ની સી140c-9s
મોડેલનું મશીન સાથે તેમજ માલિક ભરતભાઈ અજીતગઢ ને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમજ રૂપિયા ૩૦-૩૦ લાખના બન્ને મશીન જપ્ત કરીને હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.