Thursday, January 23, 2025
HomeGujaratમોરબી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરને વર્ના કારમાં આવેલ બે શખ્સો દ્વારા માર મરાયો

મોરબી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરને વર્ના કારમાં આવેલ બે શખ્સો દ્વારા માર મરાયો

ડીડીટી પાવડરની ગાડી રિવર્સ લેવડાવતા હોય ત્યારે કારમાં સવાર બે શખ્સો દ્વારા ગાળો આપી ઢોરમાર મરાયો

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના સ્ટેશન રોડ ઉપર નગરપાલિકાના ગોડાઉનમાં ડીડીટી પાવડરની ગાડી માણસો દ્વારા ખાલી કરાવવા આવેલ પાલિકામાં કોન્ટ્રાક્ટબેઝ ઉપર ફરજ બજાવતા સેનેટરી ઇન્સ્પેક્ટર રોડ ઉપર પસાર થતા વાહનો ઉભા રાખવી ડીડીટી પાવડરની ગાડી રિવર્સ લેવડાવતા હોય ત્યારે વર્ના કાર ચાલક દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટરને ગાળો આપી ઝઘડો કરી કાર ચાલક તથા બાજુની સીટમાં બેઠેલા ઈસમ દ્વારા તેઓને ઢોર માર મારવામાં આવતા બંને અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના પંચાસર ગામે રહેતા અને મોરબી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ સિવિલ હોસ્પિટલના બિછાનેથી વર્ના કાર રજી.નં. જીજે-૦૩-એલબી-૧૩૧૯ના ચાલક સહિત બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલે તા.૨૪/૯ ના રોજ પાલિકામાં ડીડીટી પાવડરની ગાડી આવેલ હોય જે સ્ટેશન રોડ ખાતે આવેલ ગોડાઉનમાં ખાલી કરાવવાની હોય જેથી માણસો લઈને સ્ટેશન રોડ ખાતે ગયા હતા ત્યારે ડીડીટી પાવડર ભરેલ ગાડી ગોડાઉનમાં જવા દેવા નિર્મળસિંહ રોડ ઉપર પસાર થતા વાહનો અટકાવી ગાડી રિવર્સ લેવડાવતા હોય ત્યારે ઉપરોક્ત વર્ના કાર ચાલક દ્વારા નિર્મળસિંહને ગાળો આપી હતી. જેથી નિર્મળસિંહે કાર ચાલકને ગાળો આપવાની ના પાડતા કાર ચાલક તથા કારમાં બેઠેલ અન્ય ઈસમ એમ બંને અજાણ્યા ઈસમો દ્વારા નિર્મળસિંહ સાથે બોલાચાલી ઝઘડો કરી બંને અજાણ્યા ઈસમો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો ત્યારે નિર્મળસિંહ સાથેના માણસોએ વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા. ત્યારે મૂંઢ મારના અસહ્ય દુખાવાને કારણે નિર્મળ સિંહ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયા હતા જ્યાંથી તેઓ દ્વારા વર્ના કારમાં સવાર બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!