Monday, November 18, 2024
HomeGujaratયંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વૈદેહી પાર્ટી પ્લોટમાં સંકલ્પ નવરાત્રિનું આયોજન : તમામ...

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વૈદેહી પાર્ટી પ્લોટમાં સંકલ્પ નવરાત્રિનું આયોજન : તમામ બેહનો માટે ફ્રી એન્ટ્રી

ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં વિશાળ જગ્યામાં આયોજન અનેરા આયોજનની તૈયારી શરૂ

- Advertisement -
- Advertisement -

સૌરાષ્ટ્ર અને મુંબઈ અને બરોડાના ખ્યાતનામ ગાયક કલાકારો રાસ ગરબાની રમઝટ બોલાવશે

મોરબી : મોરબીમાં સમાજ ઉપયોગી થવા માટે સતત ક્રિએટિવ પ્રવૃતિઓમાં સક્રિય રહેતા જાણીતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો એક સાથે પારિવારિક માહોલમાં કોઈપણ ભેદભાવ વગર નવરાત્રી ઉજવી શકે તે માટે છેલ્લા 14 વર્ષ યોજાતા સંકલ્પ નવરાત્રી મહોત્સવને વચ્ચે બે વર્ષથી કોરોનાનું વિઘ્ન નડ્યા બાદ ગત વખતની જેમ આ વખતે મુક્તપણે વાતાવરણ હોવાથી આ વર્ષે નવરાત્રી મહોત્સવમાં સંકલ્પ નવરાત્રી મહોત્સવનું નવી જગ્યાએ એટલે કે ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત આ અર્વાચીન રાસોસ્તવમાં ખાસ કરીને તમામ સમાજની બહેનો મુક્તપણે એકદમ સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં રાસ ધૂમવાનો આનંદ માણી શકે તે માટે તમામ વયની અને તમામ જ્ઞાતિની મહિલાઓને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રજિસ્ટ્રેશન વગર વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે. તેમજ આ વર્ષે યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા નવી જગ્યા ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આગામી 15 ઓકટોબરથી સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી નહીં પણ પરંતુ આખા ગુજરાતમાં પ્રથમ વખત તમામ જ્ઞાતિની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવશે.

સંકલ્પ નવરાત્રી મહોત્સવના આયોજન અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયા ગ્રુપ હમેશા દરેક સામાજિક ભાવનાને પ્રેરણાદાયી રીતે નિભાવીને સમગ્ર સમાજને હકારાત્મક દષ્ટિકોણ અપનાવવાનું પ્રેરણાબળ પૂરું પાડવાનો પ્રયાસ કરે છે. તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ દેશભાવના રંગે રંગાયેલું હોવાથી સર્વ સમાજ પ્રત્યે સમભાવની ભાવનાનો ખૂબ આદર કરે છે. આ માટે સર્વ સમાજમાં એકતાની ભાવના મજબૂત કરવા આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સર્વ સમાજની બહેનો માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. તેમજ બહેનો અર્વાચીન રાસોત્સવની સાથે પ્રાચીન ઢબે માતાજીની આરાધના કરવાની પરંપરા સાથે દેશ ભક્તિનો માહોલ ઉભો કરાશે. આ આયોજન પ્રોફેશનલ હેતુ માટે નહીં પણ દરેક સમાજના લોકો કોઈ પણ ભેદભાવ વગર એક જ જગ્યાએ પારિવારિક માહોલમાં ગરબે રમી શકે તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આયોજનમાં ખાસ સલામતી અને બહેનો મુક્તપણે રાસ ગરબે રમી શકે તેની વિશેષ તકેદારી રાખવામા આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!